મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની બે બ્રાન્ડની કુલ ૬ નંગ બોટલ કિ.રૂ.૧૬,૩૬૦/- ઝડપી લેવામાં આવી હતી, આ સાથે પોલીસે આરોપી મકાન-માલીકની સ્થળ ઉપરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નં.૩૫ માં રહેતા હિતેન્દ્રસિંહ જાડેજા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યા હોવાની પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની જ્હોની વોકર રેડ લેબલની ૪ બોટલ કિ.રૂ.૧૨,૩૬૦/-તથા બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રીમિયમની ૨ બોટલ કિ.રૂ.૪,૦૦૦/- સહિત કુલ ૬ બોટલ કિ.રૂ.૧૬,૩૬૦/-નો દારૂ મળી આવ્યો હતો, જેથી તુરંત મકાન માલીક આરોપી હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજા ઉવ.૫૧ વાળાની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.