Friday, March 20, 2026
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક પકડાયો;સપ્લાયરની શોધખોળ

મોરબીના લાતી પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક પકડાયો;સપ્લાયરની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નં. ૭ ખાતેથી એક ઇસમને પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ જોયો હોય જેથી તે ઈસમ શંકાસ્પદ જણાતા તેને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ઓરેન્જ હિલ વોડકાની બે બોટલ કિ.રૂ.૬૦૦/- મળી આવી હતી. જેથી આરોપી મનીષભાઈ મુકુંદભાઈ મચ્છીયા ઉવ.૪૦ રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કંલ બાયપાસ રોડ મોરબી વાળાની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં આ ઈંગ્લીશ દારૂ આરોપી અફઝલ ચૌહાણ રહે. જોહનસનગર મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા તે આરોપીને પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!