મોરબી શહેરના વીસીપરા રોહિદાસપરા મેઈન રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં આરોપી કિશનભાઈ સારેસા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી વિદેશી દારૂની બે નંગ બોટલ કિ.રૂ.૧,૧૨૪/-સાથે આરોપી કિશનભાઈ મુળજીભાઈ સારેસા ઉવ.૫૪ ની અટકાયત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.