મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં લીલાપર ગામે કાળીપાટ નાલા પાસે ધમધમતી દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ગરમ ઠંડો આથો, તૈયાર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધન સામગ્રી સહિત કિ.રૂ. ૪૦,૩૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે સહઆરોપી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે લીલાપર ગામની સીમમાં રામપીરના મંદિર સામે કાળીપાટ નાલા પાસે સંજય વરાણીયા અને રણજિત દેગામા બંને એકીબીજા સાથે મળી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે તાલુજ પોલુસ ટીમ દ્વારા રેઇડ કરતા સ્થળ ઉપરથી કૂલ બે ચાલુ રાખેલ ભઠ્ઠીના બંને પતરાના બેરલમાં રહેલ ગરમ આથો કુલ લીટર-૨૦૦ કિં.રૂ.૪૦૦૦/- તથા જમીનમાં દાટેલ પ્લાસ્ટિક ટાંકામાં રહેલ દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૩૦૦ કિં.રૂ.૬૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરબા નંગ-૦૨ માં રહેલ દેશીદારૂ જેવુ ગરમ કેફી પ્રવાહી લીટર-૩૦ કિં.રૂ.૬૦૦૦/- તથા ભઠ્ઠીની બાજુમાં વેચાણ કરવા ઇરાદે રાખેલ બાચકામાં રહેલ કેફી પ્રવાહી આશરે ૧૦૫ લીટર કીરૂ. ૨૧,૦૦૦/- તથા ભઠ્ઠી લગત સાધનો કિં.રૂ.૨૦૦, ગેસના ચુલા નંગ-૦૨ કિં.રૂ.૧૦૦૦/- તથા ગેસના બાટલા નંગ-૦૨ કિં.રૂ.૨૦૦૦/- મળી કૂલ કિં.રૂ. ૪૦,૩૦૦/-ના મુદામાલ સાથે આરોપી સંજયભાઇ દીનેશભાઇ વરાણીયા ઉવ-૨૯ રહે.બંધુનગર તા-જી મોરબી મુળગામ- લીલાપરવાળાને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે સહઆરોપી રણજીતભાઇ નાગજીભાઇ દેગામા રહે.લીલાપર તા-જી મોરબીવાળો રેઇડ દરમ્યાન સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.