મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રવાપર રોડ ભવાની સોડા બાજુમાંથી આરોપી ચિરાગભાઈ કાંતિભાઈ મકનભાઈ ધોળુ ઉવ.૨૪ રહે. ઘનશ્યામગઢ તા.હળવદ વાળાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મોનો કેટીસીના બે ફિરકા કિ.રૂ.૧,૨૦૦/- સાથે દબોચી લેવામાં આવ્યો છે, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે બીએનએસની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









