વાંકાનેર:હાલ ચાલી રહેલા આઇપીએલ ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ મારફત રનફેરના જુગારનો સટ્ટો રમતા એક ઇસમની પોલીસે અટક કરી છે, જ્યારે ફોન ઉપર સોદા લખનાર આરોપી હાજર નહિ મળી આવતા, પોલીસે હાલ તેને ફરાર દર્શાવી, બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર ટાઉનના રસાલા રોડ ઉપર આરોપી વિવેકભાઇ ઉર્ફે બોબી વિનયચંદ્ર મારૂ ઉવ.૪૯ રહે.જાપા શેરી મેઇન બજાર વાંકાનેર વાળો પોતાના મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી ટી-૨૦ માં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો, જ્યારે પકડાયેલ આરોપી દ્વારા કબુલાત આપી કે આરોપી ક્રિપાલસિંહ મો.નં- ૮૧૪૦૭૮૯૪૮૬ વાળાને સોદા લખાવી રનફેરનો જુગાર રમી એકબીજાની મદદગારી કરતા હતા, ત્યારે આરોપી વિવેક ઉર્ફે બોબી પાસેથી પોલીસે રોકડ રૂ.૧૬૫૦/ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/ મળી કુલ રૂ.૬૬૫૦/- ના મુદામાલ કબ્જે કરી, ફરાર આરોપીની અટક કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.