Sunday, April 12, 2026
HomeGujaratમોરબીના રવાપર રોડ ઉપર મોબાઈલમાં વર્લીફીચર્સનો જુગાર રમતા એક પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર મોબાઈલમાં વર્લીફીચર્સનો જુગાર રમતા એક પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર રોડ રામેશ્વર પાર્ક નજીક મોબાઈલમાં વોટ્સએપમાં વર્લી ફીચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા સીરાજભાઈ ઇકબાલભાઈ અજમેરી ઉવ.૩૪ રહે. કબીર ટેકરી શેરી નં.૨ મોરબી વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે આરોપીની સઘન પૂછતાછમાં અન્ય આરોપી અવેશભાઈ આયુબભાઈ કાશમાણી રહે. કબીર ટેકરી શેરી નં.૨ મોરબી વાળામાં વરલીના આંકડાઓ નાખી જુગાર રમતો હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે તે આરોપીને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા ૫,૧૦૦/-તથા મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-સહિત રૂ.૧૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!