મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે રોડ ઉપર જાહેરમાં નસીબ આધારીત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા ઇકબાલભાઇ અશરફભાઇ ચૌહાણ ઉવ.૨૩ રહે.વાંકાનેર,પ્રતાપ રોડ સીપાઇ શેરીને રોકડા રૂ.૧૦,૭૦૦/- તથા મોબાઇલ નંગ એક જેની કિ.રૂ.૫,૦૦૦/- એમ કુલ ૧૫,૭૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, જયારે પકડાયેલ આરોપી વર્લી ફિચર્સના આકડાનું કપાત અન્ય આરોપી જુનેદ યાકુબ ભટ્ટી રહે.મીલપ્લોટ,વાંકાનેર પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.









