મોરબી શહેરના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસ સામે વર્લી ફીચર્સના જુદા જુદા આંકડાઓ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ઇકબાલભાઈ ઉર્ફે મુનસી જમાલભાઈ રાઉમા ઉવ.૪૦ રહે. પંચાસર રોડ ભારતપરા મફતીયાપરા મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૬૦૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.