મોરબીના જુના બસ સ્ટેન્ડના ખૂણા નજીક જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઇસમને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના જુના બસ સ્ટેન્ડના ખૂણા પાસે વર્લી ફિચર્સના આંકડા એક ચિઠ્ઠીમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી અસરફ સીદીકભાઈ જારા ઉવ.૩૮ રહે. શ્રીજીપાર્ક વાવડી રોડ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા ૬૨૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.