મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ગાંધીચોક સરકારી હોસ્પીટલના ગેટ પાસે રોડ ઉપર જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા વર્લી ફીચરનુ સાહીત્ય તથા વીવો કંપનીનો વાય-૨૦ મોબાઇલા ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂા.૭૬૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૦,૭૬૦ ના મુદામાલ સાથે આરોપી મોહસીનભાઇ રહીમભાઇ દલને ઝડપી લીધેલ હતો.જ્યારે બીજો આરોપી જાવીદ ઉર્ફે જાવલો નેકમામદભાઇ ભટ્ટી હાજર નહિ મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ છે.