આજના સમયમાં સોશ્યલ મીડિયા અનેક જગ્યાએ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમુક ઈસમો આ સુવિધા નો દુરુંપયોગ પણ કરી રહ્યા છે જેમાં મોરબીમાં વોટ્સપ દ્વારા વરલી નો જુગાર રમવાનો મામલો સામે આવ્યો છે.
જેમાં મોરબીના લાતી પ્લોટમાંથી પોલીસે લક્ષ્મણ ભાઈ તરશી દારોદરા ને વરલી નો જુગાર રમતા અને રમાડતા ઝડપી પાડયો હતો જેમાં આરોપી વરલી ના આંકડા લખી વોટસએપ મારફતે અન્ય આરોપી જીવરાજ ભાઈ કોળી ને મોકલતો હતો જેથી હાલમાં પોલીસ આરોપી લક્ષ્મણ ને રૂ.૪૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ તેમજ રોકડ રકમ રૂ ૩૭૦ મળી કુલ રૂ.૪૩૭૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો તેમજ અન્ય આરોપી જીવરાજ કોળીની શોધખોળ હાથ ધરી છે.