મોરબી એલસીબીની ટીમે હળવદના સરા રોડ પર રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૩૫ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે. મોરબી એલસીબીની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના સરા રોડ પર આવેલી વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલની પાછળ રહેતા આરોપી ધર્મેન્દ્ર ધીરુભાઈ ચાવડાએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૫ બોટલ જેની કિંમત રૂપિયા ૧૬,૪૬૦ સાથે મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપી ધર્મેન્દ્ર ધીરુભાઈ ચાવડાની પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હળવદના કોયબા ગામે સુખદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









