Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના લીલાપર રોડ પરથી ૫૦૦ લીટર દેશી દારૂના ઠંડા આથા સાથે એક...

મોરબીના લીલાપર રોડ પરથી ૫૦૦ લીટર દેશી દારૂના ઠંડા આથા સાથે એક ઝડપાયો : એક વોન્ટેડ

ગુજરાતમાં દારૂબંધી હોવાના આપણા 60 વર્ષ જુના દાવાઓ અને કડક કાયદાની ગુલબાંગો વચ્ચે દેશના કોઇ પણ રાજ્ય કરતા વધુ દેશી અને વિદેશી દારૂનું વેચાણ અને ઉપયોગ ગુજરાતમાં થાય તે શક્ય છે. ગુજરાતના અંતરીયાળ વિસ્તારમાં દારૂનું ઉત્પાદન અને વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેને અટકાવવા રાજ્યના DGP દ્વારા સ્પેશિયલ દ્રાઈવ યોજી કાર્યવાહી કરવા સૂચના આપતા તેના અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે લીલાપર રોડ પરથી ૫૦૦ લીટર ઠંડા આથા સાથે એક ઈસમને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી શહેરના લીલાપર રોડ રામદેવપીરના મંદીર પાછળ વોકડાના કાઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો રૂ.૧૦૦૦ની કિંમતનો ૫૦૦ લીટર ઠંડો આથો ઝડપી પાડ્યો છે. અને તેની સાથે કાળુભાઇ હકાભાઇ જંજ્વાડીયા (રહે. ગામ ડેડકદર તા- પડધરી જી- રાજકોટ હાલ રહે – લીલાપર ચોક્ડી વે-બ્રીજની પાછળ તા.જી મોરબી)ની અટકાયત કરી છે. જયારે તેની પૂછપરછ કરતા તેણે જણાવેલ આ કાળા કારોબારમાં તેની સાથે કિરણ ઉર્ફે બેબેલો નાગજીભાઇ દેગામા (રહે – લીલાપર તા-જી મોરબી) પણ ભાગીદારી ધરાવે છે. ત્યારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કિરણ ઉર્ફે બેબેલોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!