મોરબીના નવાડેલા રોડ પર આવેલ ક્રાંતિ કોમ્પલેક્ષ માં આવેલ દુકાન માં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની મેજીક મુમેન્ટ ગ્રીન વોડકા ની ૪૪ બોટલ, ઓલ સેશન્સ ગોલ્ડન કલેકશનની ૨૪ બોટલ અને રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વહીસ્કીની ૧૦ બોટલ મળી કુલ ૭૮ બોટલ અને રૂ.૨૫,૬૦૦ ના મુદામાલ સાથે આરોપી મુનવર અનવરભાઈ મિનિવાડિયા (ઉ.વ.૪૦ રહે.લાતી પ્લોટ શેર.૩-૪ વચ્ચે) વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાસેથી આરોપી આદિત્ય દિનેશભાઇ ઠોરિયા ને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.૧ની એક બોટલ સાથે સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
જ્યારે મોરબીના ધોલેશ્વર રોડ પર ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે બાઇક નં. જીજે-૩૬-એન-૯૩૮૧ લઈને નીકળેલ આરોપી સુનિલ મનીશભાઈ પરમાર (ઉ.૨૭ રહે.ત્રાજપર ચોરા બાજુમાં મોરબી-૨) વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.