માલ મોકલનાર તથા આપી જનાર સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના મકનસર ગામે રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસે રેઇડ કરી હતી, જ્યાં મકાન અંદર રૂમમાં આવેલ કબાટમાં બનાવેલ ચોરખાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૪ બોટલ સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો હતો, પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો થાનગઢ ગામના શખ્સે મોકલ્યો હતો, જે જથ્થો નંબર પ્લેટ વગરની ઇકો કાર લઈને આવેલ ઈસમ આપી ગયો હોવાની કબૂલાત આપતા તાલુકા પોલીસે પકડાયેલ ઈસમ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમે મકનસર ગામે રહેતા મૂળ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના વતની યાસીન ઉર્ફે રૂસ્તમના રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, તાલુકા પોલીસે મકાનના રૂમમાં આવેલ કબાટ અંદર બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૯૪ નંગ બોટલ કિ.રૂ.૫૯,૯૦૮/-ઝડપી લેવામાં આવી હતી. આ સાથે આરોપી યાસીન ઉર્ફે રૂસ્તમ યુનુસભાઈ હાસમભાઈ ખલીફા ઉવ.૨૯ રહે. મકનસર મૂળરહે. વાંકાનેર તાલુકાના રાણેકપર ગામવાળાની અટકાયત કરી હતી.
આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો તેણે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે રહેતા કેતન ઉર્ફે મલમ પરમાર પાસે મંગાવેલો હતો જે માલની ડિલેવરી નંબર પ્લેટ વગરની ઇકો કારમાં વનરાજસિંહ નામનો ઈસમ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે હાજર નહીં મળી આવેલ બંને આરોપીઓને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.