Saturday, January 4, 2025
HomeGujaratવાંકાનેર ટાઉનમાંથી વિદેશી દારૂના પાંચ નંગ ચપલા સાથે એક ઝડપાયો

વાંકાનેર ટાઉનમાંથી વિદેશી દારૂના પાંચ નંગ ચપલા સાથે એક ઝડપાયો

દારૂનો સપ્લાયર તેમજ ડિલિવરી બોયની શોધખોળ

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેચાણ કરવાના ઇરાદે નીકળેલ યુવકને વિદેશી દારૂના પાંચ ચપલા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ યુવકની પ્રાથમિક પૂછતાછમાં દારૂનો જથ્થો આપી જનાર તથા દારૂનો મુખ્ય સપ્લાયર એવા બે આરોપીઓના નામની કબૂલાત આપતા હાલ પોલીસે બંને આરોપીને ફરાર દર્શાવી ત્રણેય આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસે વાંકાનેર ટાઉનમા આવેલ નગાબાવાજીના મંદિર પાસેથી વિદેશી દારૂની નાની ૧૮૦મિલીની પાંચ બોટલ કિ.રૂ.૫૦૦/- સાથે વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા આરોપી વિજયભાઈ જાનકીદાસ દુધરેજીયા ઉવ.૨૮ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે પોલીસની સઘન પૂછતાછમાં વેચાણ કરવાના આશયથી વિદેશી દારૂનો જથ્થો આરોપી કુલદીપસિંહ ઝાલા રહે.વાંકાનેર પાસે મંગાવ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો આરોપી કીશનભાઈ લુવાણા રહે.વાંકાનેરવાળો આપવા આવ્યો હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલ આરોપીની કબૂલાતના આધારે ઉપરોક્ત બંને આરોપી કે જે દરોડા દરમિયાન હાજર મળી આવેલ નહિ તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!