મોરબી: મોરબી એસઓજીની ટીમે ખતરનાક ડ્રગ્સ ગણાતા મેફેડ્રોન (N.D.P.S.) ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધેલ હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ કાંડમાં અન્ય એક સૂત્રધારનું નામ ખુલવા પામેલ છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા અને એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે સુચના કરેલ હોય જે અન્વયે પીઆઈ જે.એમ.આલ તથા પીએસઆઇ પી.જી.પનારા તથા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન ગઇકાલે ના રોજ એસઓજી સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા (ઉ.વ.૨૮ રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબી) વાળો પોતાના મોટરસાઇકલ રજી.નં. GJ-03-HP-4047 વાળામાં પોતાની પાસે માદક પદાર્થ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે આ આરોપીને માદક પદાર્થ મેફેડ્રોન ડગ્સ વજન ૬.૮૮૦ ગ્રામ કિ.રૂ.૬૮,૮૦૦/-ના જથ્થા સાથે પકડી પાડી ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦૦ તથા મોટરસાઇકલ કી.રૂ.૩૫૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧,૫૩,૮૦૦ કબ્જે કરેલ છે અને આરોપીની પુછપરછમાં મુખ્ય સૂત્રધાર ખાન રહે. નંદગામ તા.ભચાઉ જી.કચ્છ વાળા પાસેથી જથ્થો લાવી વેચાણ કરતો હોય જેથી બન્ને ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ ૮(C),૨૧,૨૯ મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી અન્ય એક નામ ખુલેલ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.