Monday, November 18, 2024
HomeGujaratમોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક પકડાયો:સપ્લાયરનું નામ...

મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક પકડાયો:સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી એલસીબીએ દારૂની નાની બોટલ ૮૧ તથા બીયરના ટીન ૩૮, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના વિસીપરા વિસ્તારમાં રણછોડનગર મફતિયાપરામાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની બોટલ તથા બીયરના ટીનના જથ્થા સાથે એકને દબોચી લેવામાં આવ્યો છે. જયારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે જેની પાસેથી લઇ આવ્યા હોય તેનું નામ ખુલવા પામ્યું છે. હાલ એલસીબી પોલીસે બી ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે પ્રોહી. અંગેનો ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચના વિદેશી દારૂના દરોડાની મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે વિસીપરા વિસ્તારમાં ગોર ખીજડીયા જવાના રસ્તે આવેલ રણછોડનગર મફતિયાપરામાં રહેણાંક મકાનમાં અનીલભાઇ મોહનભાઇ ચૌહાણ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની બાતમીને આધારે તુરંત બાતમીની જગ્યાએ દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦એમએલની ૮૧ બોટલ કિ.રૂ.૮,૧૦૦/- તથા બીયરના ટીન ૩૮ કિ.રૂ.૩,૮૦૦/- મળી આવતા આરોપી અનીલભાઇ મોહનભાઇ ચૌહાણ ઉવ.૩૫ રહે હાલ. વીસીપરા ગોરખીજડીયા મેઇન રોડ રણછોડનગર મફતીયાપરા મુળ રહે. હજામચોરા તા.જોડીયા જી.જામનગરની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસે સ્થળ ઉપરથી દારૂ-બીયરનો જથ્થો, મોબાઇલ સહીત કુલ કિ.રૂ.૧૬,૯૦૦/-નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે પક્ડાયેક આરોપીની આગવી ઢબે પૂછપરછમાં ઉપરોક્ત દારૂ-બીયરનો જથ્થો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા મહેબુબભાઇ સુલેમાનભાઇ સુમરા પાસેથી વેચાણ અર્થે લઇ આવવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો રજી. કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!