મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા બાયપાસ પાપજી ફેન વર્લ્ડ સામે ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૧૦૩૩ લઈને જઈ રહેલ ઇસમને રોકી, મોપેડની તલાસી લેતા, તેની ડેકીમાંથી વિદેશી દારૂની બે બ્રાન્ડની બે નંગ બોટલ કિ.રૂ.૬૦૦/-મળી આવી હતી, જેથી આરોપી વિકિભાઈ નારણભાઇ નટડા ઉવ.૨૪ રહે. શકત શનાળા મુરલીધર હોટલ પાસે મૂળ રહે. કુંતાસી તા. માલિતા(મી) વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે ઍક્સેસ મોપેડ, મોબાઇલ તથા દારૂની બે બોટલ સહિત રૂ.૫૫,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂ આરોપી હરેશભાઇ બારોટ રહે. મોરબીવાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.