Sunday, October 6, 2024
HomeGujaratમોરબીના વજેપર વિસ્તારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ બે બોટલ સાથે એક ઝડપાયો,એકનું નામ...

મોરબીના વજેપર વિસ્તારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ બે બોટલ સાથે એક ઝડપાયો,એકનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વજેપર શેરી નં. ૫ ના નાકા પાસેથી એક શંકાસ્પદ હાલતમાં નીકળેલ ઇસમને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની મોંઘીદાટ વહીસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૧,૮૦૩/- મળી આવી હતી. જેથી તુરંત આરોપી ભરતભાઈ છબીલભાઈ પરમાર ઉવ.૩૩ રહે.વજેપર શેરી નં.૫ વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂ કબીર ટેકરી નજીક રહેતા સાહિલ સીદીક ચાનીયા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લઈ આવ્યાની કબુલાત આપી હતી જેથી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત આરોપી સાહિલને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!