ગુજરાતી સાહિત્ય અતિ સમૃધ્ધ છે. અનેક લેખકો અને કવિઓ થઈ ગયા છે. તેમનું ગદ્ય/પદ્યક્ષેત્ર અતિ સુંદર ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. ત્યારે ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય એકેડમીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા “સર્જનમાં ભારતીયતા” કાર્યક્રમનું આયોજન 29 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું છે.
ભારતીય વિચાર મંચ અને ગુજરાત સાહિત્ય એકેડમીના “સર્જનમાં ભારતીયતા” કાર્યશાળામાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો જેવા કે શ્રી ધ્રુવદાદા, શ્રી નરેશભાઈ વેદ, શ્રી સૌરભભાઈ શાહ, શ્રી શૈલેષભાઈ સગપરિયા વગેરે ઉપસ્થિત રહીને અન્ય સર્જકો સાથે સંવાદ – વાર્તાલાપ કરશે. જેમાં સાહિત્ય, સ્તંભ લેખન, બ્લોગ, પોર્ટલ કે અન્ય સોશિયલ મીડિયામાં નિયમિત સ્વરૂપે લેખન કાર્ય કરતાં હોય તેવા તમામ સર્જક મિત્રોને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન https://cutt.ly/F2eBREZ પરથી કરી શકાશે. જે રજીસ્ટ્રેશન 25 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે. તેમજ કાર્યક્રમનો સમય સવારે 9 થી સાંજે 4 સુધીનો રહેશે. આ કાર્યક્રમ મોરબીના એમ. પી. પટેલ સભાગૃહ, માનવવિદ્યા ભવન, ભૌતિકશાસ્ત્ર વિભાગ પાસે, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાશે.