Friday, December 27, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૫ માં રૂ.૨૩.૧૯ લાખની ઉચાપત કરનાર 7 આરોપીઓના...

હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૫ માં રૂ.૨૩.૧૯ લાખની ઉચાપત કરનાર 7 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર

હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2015માં શેષ ઉઘરાવી બારોબાર ચાઉ કરી જવા પ્રકરણમાં તત્કાલીન સેક્રેટરી સહિતની આખી બોડી સામે એસીબીએ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. જે બાદ આજે તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ માર્કેટીંગ યાર્ડમાં ૧૩/૦૨/૧૫ થી તા.૨૬/૦૩/૧૫ દરમ્યાન ડુપ્લીકેટ પહોચ મારફતે માર્કેટ ફી એટલે કે શેષ ઉઘરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ પુર્વનિયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી ગેરકાયદેસર રીતે રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટીંગ શેષ ઉઘરાવી માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્યો હોય એસીબી દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને તત્કાલીન સેક્રેટરી વિપુલ એરવાડીયા, તત્કાલીન વાઇસ સેક્રેટરી અશોક માતરીયા, હિતેશ પંચાસરા, ક્લાર્ક નિલેશ દવે, ક્લાર્ક પંકજ ગોપાણી, ક્લાર્ક ભાવેશ દલસાણીયા અને ક્લાર્ક અરવિંદ રાઠોડની ધરપકડ કરાઈ હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!