મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મોરબી લીલાપર રોડ તિર્થક પેપર મીલની સામે એક ડમ્પર ચાલકે રોડ ક્રોશ કરતા યુવકોનાં મોટર સાઇકલને હડફેટે લેતા મોટર સાઇકલમાં સવાર બન્નેને ગંભીર રીતે ઘવાતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, લીલાપર કેનાલ રોડ રામકો બંગલો સન રાઇઝ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા મૂળ નેપાળનો રમેશભાઇ વિરબહાદુર થાપા નામનો યુવક તેના સાથી સાથે ગત તા.૦૮/૧૨/૨૦૨૨ ના રાત્રીના સમયે લીલાપર રોડ પરથી પોતાની GJ-21-N-9144 નંબરની મોટર સાઇકલ લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે GJ-10-X-9943 નંબરના ડમ્પરના ચાલકે લીલાપર ચોકડી તરફથી પુર ઝડપે આવી ફરિયાદી તથા સાહેદ જયારે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મોટર સાઇકલ સાથે ભટકાડી એક્સીડન્ટ કરી ફરિયાદીને પગના ભાગે સામન્ય મુંઢ ઇજા તથા સાહેદ ગંગમહરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા બંનેને સારવારમાં હસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગંગમહરનુ મોત નીપજ્યું હતું. જયારે આરોપી અકસ્માત સર્જી ડમ્પર લઇ નાસી છૂટતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ઇપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ફરિયાદ નોંધાઈ છે.