મોરબીનાં જાંબુડીયા ગામની સીમમાં આવેલ ઓલવીન સીરામીક કારખાનામાં કોલસાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં બનાવ સ્થળે ઉપસ્થિત બે યુવકો ગંભીર રીતે ઘવાઈ જતા તેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે એક યુવક ગંભીર રીતે ઘવાઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં જાંબુડીયા ગામની સીમ, ઓલવીન સીરામીક કારખાનામાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળનાં સંજયદાસ સુરજકાન્તા દાસ તથા દીનેશ તુલસીરામ બારેલા બંન્ને ગત તા.૧૪/૧૨/૨૩ ના બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે ઓલવીન કારખાનામાં સ્પ્રેડાયર વિભાગમાં આવેલ કોલસાના પ્લેટફોર્મ ઉપર કોલસીમાં ધુમાડા નીકળતા હોય જેથી તેમાં આગ ન લાગે તે માટે સંજયદાસ તથા દીનેશ પાવડા વડે સ્પ્રેડાયરના પ્લેટફોર્મ ઉપર ચડી સેવાડથી ગરમ કોલસાને આઘો પાછો કરી ધક્કો મારતા અકસ્માતે કોલસામાંથી અચાનક મોટી આગનો ભડકો થતા આગની જવાળા સંજયદાસ તથા દીનેશના શરીરે લાગતા બંન્ને શરીરે ગંભીર સખ્ત રીતે દાઝી જતા સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા સારવાર દરમ્યાન સંજયદાસ સુરજકાન્તા દાસનું ગત તા.૨૧/૧૨/૨૩ ના રોજ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.