મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કૂલની સામેની શેરીમાંથી આરોપી સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ ઉવ.૩૬ રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કુલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી મુળ રહે.કંથારીયા તા.ચુડા જી.સુરેન્દ્રનગર પાસેથી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ ઈંગ્લીશ દારૂની ૮ નંગ બોટલ કિ.રૂ.૪,૮૦૦/-સાથે સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. આ સાથે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝનમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.