Saturday, January 18, 2025
HomeGujaratમોરબીમાં ટ્રકે એક્ટિવાને ઢોકર મારતા એકનું મોત.

મોરબીમાં ટ્રકે એક્ટિવાને ઢોકર મારતા એકનું મોત.

મોરબીમાં ટ્રક ચાલકો યમદૂત બનીને ફરી રહ્યા હોય તેમ એક બાદ એક અકસ્માતો સર્જી લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે. ત્યારે મોરબીનાં જેતપર હાઇવે રોડ પર એક ટ્રક ચાલકે એક્ટીવાને હડફેટે લેતા એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. જયારે અન્ય એકને ગુપ્ત પેશાબના ભાગે ગંભીર ઇજા તથા અન્ય ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બેલા ગામની સીમ બેલાથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસે કિસ્મત નામની દુકાનમા રહેતા પદમ બાલે બહાદુર નામનો યુવક મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામથી આગળ નાઇરા પેટ્રોલ પંપની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલા વાળા ટ્રકે જેતપર તરફથી ચલાવી આવી આગળ જતા ફરિયાદી પદમના હવાલા વાળા બ્લેક કલરના નંબર પ્લેટ વગરના એકટીવા મોટર સાઇકલને પાછળના ભાગે ઠોકર મારી એકસીડન્ટ કર્યું હતું. જેમાં એક્ટિવા ચાલક યુવકને જમણા હાથના કલાઇના ભાગે તથા પગના પંજાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી અને એકટીવાની પાછળ બેઠેલ અન્ય શખ્સને ગુપ્ત ભાગે ગંભીર ઇજા તથા ડાબા પગમા ઢીચણના નીચીના ભાગે ગંભીર મુઢ ઇજા પહોંચી હતી. તેમજ ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!