Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લાના વાંકાનેરમાં એક અને માળીયા(મી) બે મળી કુલ ત્રણ સ્થળોએ ધમધમતી...

મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક અને માળીયા(મી) બે મળી કુલ ત્રણ સ્થળોએ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબીમાં રોજ-બરોજ દેશી દારૂ પકડાવવાનાં ગુન્હાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી દેશી દારૂ બનાવવાના સાધનો સહીત ઠંડા-ગરમ આથાનો જથ્થો પકડી પાડ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે બાતમીના આધારે રાતાવીરડા ગામની સીમમાં પાનેલી જવાના રસ્તા પાસે ખરાબામાં રેઇડ કરી સ્થળ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. અને દેશી દારૂ ગાળવાનો રૂ.૪૦૦૦/-ની કિંમતનો ૨૦૦૦ લીટર ઠંડો આથો, રૂ.૧૨૦૦૦/-ની કિંમતનો ૬૦૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના રૂ.૧૦,૯૦૦/-ની કિંમતના સાધનો મળી કુલ રૂ.૨૬,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે ભઠ્ઠી ચલાવતો રસીકભાઇ છનાભાઇ અબાસણીયા (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી) નામનો આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ફતેપર ગામની સીમ સુલતાનશાપીરની દરગાહ પાછળ મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નદીના કાંઠે સરકારી ખરાબામાં ગેર કાયદેસર રીતે ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી રૂ.૮૦૦/-ની કિંમતનો ૪૦૦ લીટર ગરમ આથો, રૂ.૧૬૦૦/-ની કિંમતનો ૮૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૩૨૦૦/-નો મુદામાલ ઝડપી પાડી સ્થળ પરથી સાઉદીન અકબરભાઇ જામ મિંયાણા (રહે.માળીયા મિં. જુના બસસ્ટેન્ડ પાસે કોબાવાંઢ તા.માળીયા મિ. જી.મોરબી) નામના શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવામાં, માળીયા મી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ફતેપર ગામની સીમ સુલતાનશાપીરની દરગાહ પાછળ મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દારૂ બનાવવાનો રૂ.૧૬૦૦/-ની કિંમતનો ૮૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો અને રૂ.૮૦૦/-ની કિંમતનો ૪૦ લીટર દેશી દારૂ મળી કુલ રૂ.૩૨૦૦/-નો મુદામાલ કબ્જે કરી યાસીનભાઇ કાસમભાઇ મોવર મિંયાણા (રહે.માળીયા મિ. મામલદાર કચેરી પાસે તા.માળીયા મિં જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!