Thursday, April 25, 2024
HomeGujaratMorbiગતસાંજે ઉપરવાસમાં વરસાદને પગલે મોરબીનાં મચ્છુ-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો

ગતસાંજે ઉપરવાસમાં વરસાદને પગલે મોરબીનાં મચ્છુ-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો

મોરબી પંથકમાં રવિવારે સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ મુસળધાર કમોસમી વરસાદ પડ્યો હતો. ચોમાસાની સીઝનના અંતે આવી પડેલી આકાશી આફતથી ઠેરઠેર નુકસાનીનાં અહેવાલ મળ્યા હતા ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે મચ્છુ -1 ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે મોરબીના મચ્છુ 2 ડેમમાં ઉપરવાસમાં વરસાદને પગલે 646 ક્યુસેક પાણીની આવક થઈ છે. જો કે મચ્છુ 2 ડેમ પહેલેથી છલોછલ ભરેલો હોવાથી આજે નવી આવક થયેલ 646 ક્યુસેક પાણીને છોડવામાં આવ્યું છે. એટલે પાણીની જેટલી આવક થઈ હતી એટલી જ જાવક થઈ છે અને પાણીની વધુ આવકને પગલે આજે સવારે 10 વાગ્યે મચ્છુ-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાવામાં આવ્યો છે. તેમ ડેમના અધિકારીઓએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!