મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ ઉપર રેઇડ કરી ૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે આરોપી મહિલા રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેણીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળેલ કે મહિલા આરોપી માનુબેન પપુભાઇ વિભુભાઇ જખાણીયા રહે. સરતાનપર માટેલ રોડ એમ્બીટો સીરામીકની બાજુમાં તા.વાંકાનેર મુળ ગામ-ઢેઢુકી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળી દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સરતાનપર માટેલ રોડ એમ્બીટો સીરામીકની બાજુમાં જાહેર સ્થળે રેઇડ કરતા ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦ હજાર મળી આવ્યો હતો, રેઇડ દરમિયાન ઉપરોક્ત આરોપી મહિલા હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી તેણીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









