મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગિરી કરતા દરમીયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી એક ઇસમની અટકાયત કરી છે. જ્યારે બે ફરાર થતા તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસ ની ટીમને ગઈકાલે ખાનગીરાહે હકિકત મળેલ કે લખન નીતીનભાઈ ભટ્ટી (રહે વાવડી રૉડ ગાયત્રીનગર શેરી નં.૫ મોરબી), રૂષીરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા (રહે વાવડી રૉડ સોમૈયા સોસાયટી મોરબી) તથા સુઝલ ચંદુભાઈ પાંચોટીયા (રહે પ્રભુનગર વાવડી રોડ મોરબી) નામના શખ્સો વાવડી રૉડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે આવેલ કોમ્પલેક્ષની સીડી નીચે ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે.જેથી હકિકત આધારે મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે કોમ્પલેક્ષની શેરીમા આવેલ સીડી પાસે થી રેઇડ કરતા લખનભાઈ નીતીનભાઈ ભટ્ટી નામનો આરોપી મળી આવતા ઇગ્લીશ દારૂની રૂ.૨૮,૫૦૦/- ની કિંમતની કુલ ૬૩ બોટલના મુદામાલ સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ આપનાર રૂષીરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા તથા સુજલભાઇ ચંદુભાઇ પાંચોટીયા રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા ત્રણેય ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.