Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો : બે...

હળવદમાં બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો : બે ફરાર

હળવદમાં વધુ એક વખત વિદેશી દારૂ ઝડપાયાની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે હળવદ પોલીસ દ્વારા બે સ્થળોએ રેઈડ કરવામાં આવી હતી અને વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી હતી. જયારે બે ઈસમો ફરાર થઇ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, હળવદ પોલીસ દ્વારા બાતમીનાં આધારે હળવદ ટાઉન ખાતે મોટા ફળીયામાં આવેલ રીયાઝભાઇ મહેબુબભાઇ મનસુરીના રહેણાંક મકાન ખાતે રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી રીયાઝભાઇ મહેબુબભાઇ મનસુરી નામના શખ્સને ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની “OFFICER’S CHOICE CLASSIC WHISKY”ની કાચની કંપની શીલપેક રૂ.૩૯૨૦/-ની કિંમતના ૨૪ બોટલો(ચપલા) સાથે પકડી પાડી દારૂ તથા ૦૧ મોબાઈલ મળી કુલ રૂ.૮૯૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે આરોપીનો ભાગીદાર જીતેન્દ્ર ઉર્ફે સુખદેવ ઉર્ફે એસ.પી. પથુભા ચાવડા (રહે. કોયબા તા.હળવદ જી.મોરબી) સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

બીજા દરોડામાં, હળવદ પોલીસની ટિમ દ્વારા બાતમીના આધારે હળવદ ટાઉનમાં આંબલીવાળી શેરી લ.ના ચોક ખાતે આવેલ નિખિલ હર્ષદભાઇ પારેખના રહેણાંક મકાનમાં રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી ઈંગ્લીશદારૂ બીયર ” KINGFISHER SUPER STRONG PREMIUM BEER”ના રૂ.૬૦૦/-ની કિંમતના ૦૬ બીયર ટીન કબ્જે કરવામાં આવ્યા હતા. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!