મોરબીમાં ફરી જીલ્લા મેજિસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ થયો છે. જેમાં મોરબી તાલુકાના મોરબી માળીયા હાઇવે ભરતનગરના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે રોડ પર એક ઇસમ પોતાના પેન્ટના નેફામાં ગેર કાયદેસર રીતે વગર લાયસન્સની દેશી બનાવટની મેગ્જીન વાળી પીસ્તોલ લઇ નીકળતા મોરબી એલસીબી એ તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના મોરબી માળીયા હાઇવે ભરતનગરના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે રોડ પર આરોપી હસનભાઇ ઓસમાણભાઇ બ્લોચ પોતાના પેન્ટના નેફામાં ઘાતકી હથિયાર લઈ ફરતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે સ્થળ પર રેઇડ કરી હસનભાઇ ઓસમાણભાઇ બ્લોચને ગેર કાયદેસર રીતે વગર લાયસન્સની દેશી બનાવટની મેગ્જીન વાળી રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની ૦૧ પીસ્તોલ સાથે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.