મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મિલકત તેમજ શરીર સંબંધિત ગુનાઓ ના ભેદ ઉકેલી કાઢવા મોરબી એલસીબીને સૂચન કરેલ હોય જે અંતર્ગત મોરબી એલસીબી કાર્યરત હતી તે દરમિયાન મોરબી જિલ્લામાંથી ચાર મોટરસાઇકલ ની ચોરી કરનાર ઇસમ ને ઝડપી લેવામાં આવ્યો છે.
જે અંગે વધુ વિગત મુજબ મોરબી એલસીબી ને બાતમી મળી હતી કે મોરબી જિલ્લામા અલગ અલગ જગ્યાએથી ચાર બાઇક ચોરી કરનાર ઇસમ મોરબીના ત્રાજપર ચોકડી નજીકથી નીકળવાનો છે જેથી મોરબી એલસીબી દ્વારા વોચ ગોઠવતા બજાજ ડિસ્કવર નમ્બર વગરનું બાઇક લઈને એક ઇસમ નીકળતા તેને રોકી બાઇક ના આધાર પુરાવા માંગ્યા હતા જોકે આરોપી સંતોષ કારક જવાબ ન આપતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી જેમાં તે બાઇક તેને ચોર્યું છે અને એના સિવાય પણ અન્ય ત્રણ બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી જે ચારે બાઇક તેને મોરબી જિલ્લાના અલગ અલહ પોલીસ મથક વિસ્તારમાં થી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી મોરબી એલસીબી દવારા ચાર બાઇક જેની કી. રૂ.૭૩૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે જે.ચૌહાણ,પીએસઆઈ એન.એચ ચુડાસમા, એ.ડી.જાડેજા તેમજ મોરબી એલસીબી અને પેરોલ ફરલો સ્કોડ સહિતની ટીમો જોડાઈ હતી.