ટાઈલ્સ સિટી તરીકે ઓળખાતું મોરબી મુશ્કેલીમાં મુકાયું છે. મોરબીને વાયુ (ગેસ) પરવડતો નથી અને એટલે જ આ શહેરનો પ્રાણવાયુ (અર્થતંત્ર) રુંધાય છે. તેવામાં હવે પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170નો વધારો આવતા સિરામિક ઉદ્યોગને દાજ્યા પર ડામ જેવી સ્થિતિ ઉભી થઇ છે.
વિશ્વભરમાં સિરામિક ક્ષેત્રમાં એક અલગ ઓળખ ઊભી કરનાર મોરબીના સિરામિક ઉદ્યોગે નેચરલ ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. અને મોરબીમાં હાલમાં 70 ટકા જેટલી સિરામિક ફેકટરીઓ પ્રોપેન ગેસનો વપરાશ કરે છે. ત્યારે સિરામિક ઉદ્યોગને દાજ્યા પર ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબી સિરામિક ઉદ્યોગ હાલ મંદીનાં માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આ ભાવ વધારો આવતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે.