મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમરેલી ગામની સીમ મોરબી મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર વોલ્વો એફ.એમ. ગાડીના માલિકે પોતાની વોલ્વો વાહન ચાલકોને અડચણરૂપ થાય એમ પાર્ક કરતા ડમ્પર ચાલકે ધડાકાભેર વોલ્વોની પાછળ પોતાનું ડમ્પર અથડાવી દેતા ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમરેલી ગામની સીમ મોરબી મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર રામેશ્વર પેટ્રોલપંપ ની બાજુમાં આવેલ શોપીંગ ની સામેના ભાગે રોડ ઉપર KA-01-AL-8467 નંબરની વોલ્વો એફ.એમ. ગાડીના માલિકે પોતાની વોલ્વો જાહેર રોડ ઉપર આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ તેમજ ભયંકર અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે મુકી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી ટ્રકની આગળ પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડશ નહીં રાખતા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ફરીયાદી રમેશભાઇ વાસુરભાઇ માલા (રહેવાસી-વીરવાવ તાલુકો-કાલાવાડ જીલ્લો-જામનગર)ના ડ્રાઇવર મીનેશ રુપસિંગ માવી (રહેવાસી-રીગોલ ગામ તાલુકો ભાબરા જીલ્લો જાબુંઆ) પોતાનું ટાટા કંપનીનું GJ-03-BY-5949 નંબરનું ડમ્પર ચલાવી નીકળતા બંધ પડેલી વોલ્વો એફ.એમ. ગાડીની પાછળની બાજુ વહેલી સવારના સમયે ડમ્પર સહીત અથડાતા વાહન અકસ્માત થતા બંન્ને પગમાં તેમજ મોઢા ઉપર તેમજ શરીર ઉપર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.