Friday, January 10, 2025
HomeGujaratમોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

મોરબીથી વાંકાનેર તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર વીસનાળા પાસે ટ્રક ટ્રેલર ચાલકે પુર ઝડપે ગફલતભરી રીતે ફૂલ સ્પીડ ટ્રક ચલાવી બજાર ડીસ્કવર મોટર સાયકલ સાથે પાછળથી અથડાવી મોટર સાયકલ ઢસડી ફરિયાદીને શરીરે મૂઢ ઇજા તેમજ ફેક્ચર કરી એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમા, મોરબીથી વાંકાનેર તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર વીસનાળા પાસે ગત તા.૨૯/૦૯/૨૦૨૩ ના રાત્રીના આશરે સવા નવેક વાગ્યે GJ-36-T-9859ના ટ્રક ટ્રેલરના ચાલકે પોતાના હવાલાવાળા ટ્રક ટ્રેલરને પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેદકારીથી ફુલ સ્પીડમા ચલાવી નીકળી GJ-10-BH-387 નંબરના બજાજ ડીસ્કવર મોટર સાયકલને પાછળથી હડફેટે લઇ રોડમાં પાડી દઇ મોટર સાયકલ ઢસડી અજયકુમાર ઘુરારામ રાજભર (ભારદ્વાજ)ને શરીરે મુંઢ તથા ફ્રેક્ચર જેવી ઇજા કરેલ હોય તથા નિર્ભયકુમારને શરીરે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજેલ હોય અને આ બનાવ બાદ ટ્રક ટ્રેલર ચાલક પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેલર લઇ નાશી જતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!