Friday, January 10, 2025
HomeGujaratમોરબીના ઘુંટુ રોડ ઉપર રીક્ષાએ બાઇક સવાર બે યુવકોને હડફેટે લેતા એકનું...

મોરબીના ઘુંટુ રોડ ઉપર રીક્ષાએ બાઇક સવાર બે યુવકોને હડફેટે લેતા એકનું મોત એક ઘાયલ

હિટ એન્ડ રનના બનાવ અંગે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ જીયો લાઈટ સેનેટરી વેર કારખાનામાં રહેતા મૂળ એમપી રાજ્યના કનસિંગ અમરસિંગ વસુનીયા ઉવ.૩૦ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૩૦/૦૭ના રોજ તેમનો ભત્રીજો સુફીયા તથા કનસિંગ બહાદુર ડાવર એમ બન્ને નંબર વગરના મોટરસાયકલમાં જેના ચેસીસ નં. MBLHAW234P5L06853વાળું લઇ ત્રાજપર ચોકડીથી પોતાના કારખાના તરફ જતા હતા ત્યારે જુના ઘુંટું રોડ સેફાયર સિરામીક પાસે પહોચતા સામેથી એક અજાણ્યો રીક્ષા ચાલક પોતાના હવાલાવાળી રીક્ષા ઘુંટુ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી ફરિયાદીના કુટુબી ભત્રીજાના મોટર સાયકલને જોરદાર ટકકર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક ચાલક ફરિયાદીના ભત્રીજાને પેટના ભાગે તથા પગે ઢીંચણ નીચે ઇજા પહોચતા તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. મોટર સાયકલ પાછળ બેઠેલા કનસિંગ બહાદુર ડાવરને પગના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી. જ્યારે રીક્ષા ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી પોતાની રીક્ષા લઈને નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે હિટ એન્ડ રનના બનાવ અંગે આરોપી અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!