હળવદના ઘનશ્યામપુર અને ભલગામડા ગામ ના રસ્તા પર બે મોટર સાયકલ સામે સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અક્રમતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના ભલ ગામડા અને ઘનશ્યામ પુર ગામ ને જોડતા રસ્તા પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે દરમિયાન ત્યાંથી પસાર થતા બી.કે આહીર નામના સેવાભાવી વ્યક્તિએ રોડ પર ઘાયલ વ્યક્તિઓ ને જોઈ તુરંત સ્થાનિક લોકોને બોલાવી પોતાની ઇનોવા કારમાં ઘાયલો ને લઈને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જોકે આ અકસ્માતમાં બાઇક સવાર મોહનભાઇ માવજીભાઈ ઝાલા,રહે.રામપરા (ઉ.૨૫) નામના યુવાન નુ મોત નિપજ્યું છે જ્યારે કેતનભાઇ ગગજીભાઈ જાદવ (રહે ચોટીલા), પીન્ટુ ભાઈ ભુપતભાઇ ઝાલા,(રહે રામપરા)ને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.વધુ સારવાર માટે એક ને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.જયારે બીજા ને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે સામાજિક સેવક બજરંગ દળના ભાવેશભાઈ ઠક્કર, તપનભાઈ દવે,બી.કે.આહીર,દીનેશ મકવાણા વિરોધ પક્ષના નેત સહિતના કાર્યકરો આગેવાનો સરકારી હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા. તપાસની ડો.અશ્વિન આદ્દ્રોજા ના માર્ગદર્શન નીચે બંને ઈજાગ્રસ્તો ને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા, મૃતકને પીએમ માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ધટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.