Friday, April 26, 2024
HomeGujarat'તમારા પટ્ટા ટોપી ઉતરાવી દઈશ' મોરબીનાં યુવકે રાજકોટ પોલીસને ધમકી આપી ફરજમાં...

‘તમારા પટ્ટા ટોપી ઉતરાવી દઈશ’ મોરબીનાં યુવકે રાજકોટ પોલીસને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં ગુનો નોંધાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જે દરમિયાન રાજકોટ પોલીસ ની ચેકીંગ કરતી ટીમ ને સહકાર આપવાને બદલે મોરબીના કાર ચાલકે હાથપાઈ કરી ભૂંડાબોલી ગાળો આપતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જે બનાવની વિગત મુજબ રાજકોટ પોલીસ દ્વારા રાજકોટ મોરબી હાઇવે પર કાગદડી પાસે ખોડિયાર આશ્રમ નજીક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જ્યાં રાજકોટ પોલીસના જવાનો ચેકીંગ કરતા હતા ત્યાં મોરબી તરફથી આવતી સફેદ કલરની ફોર્ડ ઈકોસ્પોર્ટ નં. GJ36 L 2438 નંબરની કાર ચાલક નીરવ બકરાણીયા એ ચેકીંગ કરતી પોલીસ ટિમ પાસેથી પુરપાટ ઝડપે નીકળી કાવો મારી રાજકોટ તરફ નાસી છૂટ્યો હતો અને ચેકીગ કરતી ટુકડીએ બુમો પાડતા પણ ઉભો રહ્યો ન હતો જેથી ચેકીંગ સ્ટાફે પેટ્રોલિંગ ટીમ ને જાણ કરતા તેઓએ મોરબી રોડ પર માધવ હોટલ નજીક ઉપરોક્ત કારને રોકી હતી અને જે દરમિયાન કાગદડી ચેકીંગ પોઈન્ટ ના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં કાર ચાલકની પુછપરછ હાથ ધરતા નામ જણાવતો ન હતો અને પોલીસને ભૂંડાબોલી ગાળો બોલી તમે મને પૂછવા વાળા કોણ છો તમને ખબર નથી હું કોણ છું તમે મારુ કાઈ ઉખાડી ન લ્યો આવા શબ્દોનો ઉપયોગ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસને ધમકી આપી હતી કે તમારા ટોપી પટ્ટા ઉતરાવી દઈશ જેથી પોલીસ દવારા કારચાલક આરોપી ને કન્ટ્રોલ કરી ને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરવામાં આવતા આરોપી નીરવ દિનેશભાઇ બકરાણીયા (ઉ.વ.૩૨ રહે ૨૩-એ શારદા સોસાયટી રવાપર રોડ મોરબી)વાળો હોવાનું જણાયું હતું.

જેથી કુવાડવા રોડ પોલીસ મથકમાં પોલીસ કર્મચારી રોહિતદાન અજીતદાન ગઢવીએ કારચાલક આરોપી નીરવ બકરાણીયા વિરુદ્ધ આઈપીસી ૨૭૯,૧૮૬,૩૩૨,૫૦૬ તથા એમવી એક્ટ ની કલમ ૧૮૪,૧૩૪,૧૭૭ મુજબ ગુનો નોંધી આરોપી નીરવ ની બે મોબાઈલ ફોન કિ. રૂ.૨૦,૦૦૦ ,કાર નં. જીજે ૩૬ એલ ૨૪૩૮ કી. રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી આરોપી ના કોવિડ ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!