Monday, October 13, 2025
HomeGujaratહળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર જી.આઇ.ડી.સી. સામે ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આગળ જઈ રહેલા ટ્રેલરના પાછળના ભાગમાં અથડાવતા, ટેન્કરમાં ક્લીનર સાઈડ બેઠેલ સહ-ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર અકસ્માત મામલે ફરિયાદી ટ્રેલર વાહન ચાલકે હળવદ પોલીસ સમક્ષ ટેન્કર ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ અનુસાર, તા. ૧૨ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ જી.આઇ.ડી.સી. સામે રોડ પર ટેન્કર રજી. નં. જીજે-૩૯-ટીએ-૮૫૦૧ અને ટ્રેલર રજી. નં. જીજે-૩૯-ટીએ-૧૭૨૨ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જે અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, મુસાભાઇ કાળુભાઇ બેલીમ રહે. દશાડા જી.સુરેન્દ્રનગર, પોતાના હવાલાનું ટેન્કર પુરઝડપે અને બેફીકરાઇથી હંકારી રહ્યો હતો. તે દરમિયાન રોડ ઉપર આગળ જતા ટ્રેલરના પાછળના ભાગે ટેન્કર ટકરાયુ હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કરના ખાલી ભાગમાં બેસેલા સહ-ચાલક નવીનભાઇ રામજીભાઇ મિયાત્રા રહે. અંતરજાળ તા. ગાંધીધામ જી. કચ્છ વાળાના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના અંગે ફરીયાદી હીરાભાઇ જેસંગભાઇ મિયાત્રા ઉવ.૬૫ રહે. અંતરજાળ જી. કચ્છ વાળાએ હળવદ પોલીસ મથકમાં આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!