Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ ધાંગધ્રા હાઇવે પર ટ્રેકટર- ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે પર ટ્રેકટર- ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અકસ્માતને પગલે હળવદ ધાંગધ્રા હાઇવે ફરી એક વખત રાકતરંજીત બન્યો છે.હળવદ હાઈ-વે પર આવેલ સર્કિટ હાઉસ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ ગોઝારી ઘટનામાં એક યુવાનનું ધટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉઠી ગયું હતું.જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ધાંગધ્રા હાઇવે પર ટેલર ચાલકે ટ્રેકટરને અડફેટે લેતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું ઢવાણા ગામના છેલાભાઈ ભરવાડ નામના યુવાનનું ધટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.બીજી તરફ ટ્રાફીકથી ધમધમતા રોડ પર અકસ્માતને પગલે એક કીલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ટ્રાફિક જામના દ્ધશ્યો સર્જાયા હતા.આ ધટનાની જાણ થતાં હળવદ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!