Sunday, October 13, 2024
HomeGujaratમોરબી-જેતપર રોડ પર ખાડો તારવવા જતા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત :...

મોરબી-જેતપર રોડ પર ખાડો તારવવા જતા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત : એકનું મોત

મોરબી-જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક ટ્રક ચાલક ખાડો તારવવા જતા બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે વેન્ટો સીરામીકના કારખાનાની બાજુમાં રોડ ઉપર બેફામ સ્પીડે આવતા ટ્રક નં-KA-22-B-2192ના ચાલકે ખાડો તારવવા જતા મયુરકુમાર કુંડારિયાના બાઇક નં-GJ-03-HJ-8165 ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક મયુરની માથેથી ટ્રકનુ ટાયર ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી આ બનાવમાં તેઓનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ટ્રકને આગળ મુકી ચાલક નાશી છુટતા હિતેશભાઈ કુંડારિયાએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!