Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં બેફામ ચાલતા ટ્રકે આગળના ટ્રકને ઠોકર મારતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબીમાં બેફામ ચાલતા ટ્રકે આગળના ટ્રકને ઠોકર મારતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બેફામ ચાલતા એક ટ્રકના ચાલકે આગળ રોડ ઉપર બ્રેક ડાઉન પડેલ ટ્રક પાછળ ભટકાડી દેતા ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે કંન્ડકટરનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ નાદાન ખેડા ચીલુર ગામના રહેવાસી અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરનાર દીલીપ ગેદાલાલ ભુરીયા ગત તા.૨૧/૦૯/૨૦૨૩ના રોજ સવારના છ વાગ્યાના અરસામાં કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ પોતાના હવાલાવાળુ RJ-09-GD-6463 નંબરનું ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચાલાવી આગળ રોડ ઉપર બ્રેક ડાઉન પડેલ GJ-03-BV-9998 નંબરના ટ્રક કંન્ટેનરના ઠાઠામા ભટકાડી પોતાને શરીરે માથામા તથા ડાબા પગમા ગંભીર ઇજા પહોંચતા મુત્યુ પામેલ તેમજ કંન્ડકટર નરવલસીંગ કૈલાશસીંગ નીનામાને છાતીના ભાગે મુઢ ગંભીર ઇજા પહોચાડતા ફરિયાદી મુકેશભાઇ તુલશીરામ શર્માની ફરિયાદને આધારે માળીયા મિયાણા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!