ટંકારામાં ચર્ચાસ્પદ બનેલા શ્રુતિ વન અને શ્રુતિ સ્થંભ વાળી જમીન ઉપર બાંધકામ કરતી વેળાએ દિવાલ ધરાશાયી થતા પરપ્રાંતીય મજુરનું મોત થયું છે. જયારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાંધકામ દરમિયાન ગળદાની દીવાલનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના લતીપર ચોકડી નજીક ન્યાય મંદિર સામે સોપિગ સેન્ટર બનાવવાનુ કામ દરમિયાન જમીનમાં ભારે વિવાદ વચ્ચે થોડો સમય કામ બંધ રહ્યા બાદ આજે ફરી એક વાર કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમા બપોરના સમયે રોડ તરફની ગળદાની દિવાલ ધડાકાભેર નમી જતા સાઈટ ઉપર કામગીરી કરતા પરપ્રાંતીય મજુરોમાથી બે મજુરો દિવાલના ઝપટમાં આવતા કમલેશ અમલિયાર નામના યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે મુકેશ મઈડા રહે મધ્યપ્રદેશ વાળાને પગમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે બનાવ અંગે જાણ થતા બિલ્ડર લોબી તાબડતોબ દોડી બચાવ કામગીરી ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાંધકામ ચાલુ થયા બાદ પહેલેથી શ્રુતિ વન અને શ્રુતિ સ્થંભને લઈ વિવાદના વંટોળમા સપડાયા બાદ લાંબા સમય સુધી કામગીરી બંધ હતી. દિવાળી પછી કામગીરી ચાલુ થતા દુર્ઘટનાથી આ જગ્યા ફરી એક વાર ટોક ઓફ ટાઉન બની છે.









