મોરબી જિલ્લામાં અકસ્માતોનાં વધતા બનાવો તંત્ર માટે ચિંતા ઉભી કરી રહ્યા છે. ત્યારે ગત તા-૧૧/૧૧/૨૦૨૨ ના રોજ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીમ જઈ રહેલ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક શખ્સ ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર, કુલદીપભાઈ નામનો ૨૪ વર્ષીય યુવક ગત તા.૧૧/૧૧/૨૦૨૨ રોજ સવારે મોરબીનાં ફીટનેસ જોન જીમ ખાતે જઈ રહ્યો હતો. ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે રોડના સર્વીસ રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા જી.જે.૩૬ એ.એ.૭૫૧૯ નંબરનાં હીરો સ્પલેન્ડર મોટર સાયકલના ચાલકે પોતાની બાઈક ગફલત ભરી રીતે હંકારી કુલદીપભાઈ સાથે ગંભીર રીતે અથડાવી દેતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જેને કારણે કુલદીપભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું 5 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે જી.જે.૩૬ એ.એ.૭૫૧૯ નંબરનાં બાઈકના ચાલાક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઇ.પી.સી ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે.