Thursday, April 18, 2024
HomeNewsટંકારા-રાજકોટ હાઇવે પર હરીપર ગામ નજીક બોલેરો પીકઅપ અડફેટે એકનું મોત એકને...

ટંકારા-રાજકોટ હાઇવે પર હરીપર ગામ નજીક બોલેરો પીકઅપ અડફેટે એકનું મોત એકને ઇજા

ટંકારા-રાજકોટ હાઇવે પર આવેલ હરીપર ગામ નજીક બોલેરો પીકઅપ વાહનના ચાલકે બે યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એકને ઇજા અને એક યુવાનનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હરીપર ગામથી એકાદ કિમી દૂર મિતાણા તરફ રોડ પર અજાણ્યા પિક અપ ચાલકે બેફામ સ્પીડે વાહન ચલાવી મુન્નાભાઇ રામશંકર દુબે (રહે.હાલ મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે મુળ ઉતર પ્રદેશ)અને તેઓની સાથે કામ કરતા રાકેશકુમાર ભુરજીભાઇ ડોડીયાર (ઉવ.૨૫ રહે.હાલે મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે મુળ ગામ. સિયાસણ જી.સાબરકાઠા) બંનેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બન્નેને શરીરે ગંભીર ઇજા થઇ હતી જેમાં રાકેશકુમારને માથાના ભાગે જીવલેણ ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ભાગી છુટતા મુન્નાભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!