રાજકોટ-વાંકાનેર રોડ પર વાંકાનેર ખાતે આવેલ આઇ.ટી.આઇ નજીકથી રાજુભાઇ ઉર્ફે કાળુભાઇ નારણભાઇ દેકાવાડીયા (ઉ.વ-૫૦) તથા મણીલાલ માનસીંગભાઇ લોધા (ઉ.વ-૬૦) બન્ને પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન બેફામ સ્પીડે આવતા અજાણ્યાં વાહનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બન્નેને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રાજુભાઇ ઉર્ફે કાળુભાઇને ગંભીર ઇજા થતાં તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે મણિલાલને જમણા પગે મુંઢ ઇજા પહોચતા મૃતકના ભાઇ નવઘણભાઈ દેકાવાડિયાએ અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.