Friday, November 15, 2024
HomeGujaratમોરબીના નવા સાદુળકા ગામ નજીક કારે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત,એક ઘાયલ

મોરબીના નવા સાદુળકા ગામ નજીક કારે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત,એક ઘાયલ

મોરબી તાલુકાના નવા સદુળકા ગામ નજીક બાઇક ઉપર જઈ રહેલા ખેત-શ્રમિક અને તેના સંબંધી મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલ કટ પાસેથી રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન માળીયા તરફથી પુરગતિએ આવતી ફોર વ્હીલ કારે બંને બાઇક સવાર ખેત-શ્રમિકોને હડફેટે લેતા બંને રોડ ઉપર પટકાયા હતા. ત્યારે બંને ખેત શ્રમિકોને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ બાઇક ચાલક ખેત-શ્રમિકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને રાજકોટ અને ત્યાંથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેસેલ ખેત શ્રમિકને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના લક્ષ્મીનગર ગામે મનસુખભાઇ પટેલની વાડીમાં ભાગીયા તરીકે ખેતી કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની કમલભાઇ રામાભાઇ બુંદેલા ઉવ-૪૦ અને લક્ષ્મીનગર ગામની સીમમાં જ મનસુખભાઇ પટેલની વાડીની બાજુમાં આવેલ માવજીભાઈ પટેલની વાડીમાં ભાગીયા તરીકે ખેત-મજૂરી કરતા કમલભાઈના સંબંધી શેરૂભાઈ સીતારામભાઈ આલાવા(એમપી) વાળા ગઈ તા. ૨૪/૦૮ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ શેરુભાઈનું એચએફ ડિલક્સ બાઇક રજી.નં. એમપી-૪૬-એમડબલ્યુ-૦૩૫૬ ઉપર શેરૂભાઈના બહેનની વાડીએથી પરત આવતા હોય ત્યારે મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર નવા સદુળકા પાસે રોડની કટ પાસેથી રોડ-ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન માળીયા તરફથી પુરપાટ ગતિએ આવતી સફેદ કલરની કાર રજી.નં. જીજે-૩૬-એફ-૪૭૦૯ એ બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે કારની જોરદાર ટક્કરમાં બાઇક સહિત કમલભાઈ અને બાઇક ચાલક શેરૂભાઈ નીચે પટકાયા હતા.

અકસ્માતના બનાવ બાદ તુરંત બંનેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઇક પાછળ બેઠેલા કમલભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી જ્યારે બાઇક ચાલક શેરુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને રાજકોટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૨૮/૦૮ના રોજ સાંજના સુમારે શેરૂભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ અંગે કમલભાઈ એમપીવાળા દ્વારા આરોપી સફેદ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!