Sunday, January 12, 2025
HomeGujaratપુરપાટ ઝડપે આવતી કાર રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

પુરપાટ ઝડપે આવતી કાર રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબીમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત ઉત્તરાયણના દિવસે એટલે કે તા-૧૪/૦૧/૨૦૨3 ના રોજ જુના ઘુંટુ રોડ પર કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે એક ગંભીર રીતે ઘવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ત્રાજપર ખારી રામાપીરના મંદીર પાસે રહેતા સુનીલભાઇ દેવશીભાઇ સુરેલા નામના યુવકના મોટા ભાઈ મહેશભાઇ ધનજીભાઇ રૂદાતલા ગત તા.૧૪/૦૧/૨૦૨3 ના રોજ GJ-૩૬-U-૦૧૪૩ નંબરની જયંતીભાઇની ઓટો રીક્ષામાં જુના ઘુંટુ રોડ પર સોનેટ સીરામીક પાસેથી મુસાફરી કરી રહ્યા હતા. તે વખતે GJ ૩૬ L ૦૫૨૦ નંબરની સ્વીફ્ટ ડીઝાયર કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી કાર ઓવર ટેક કરતી વખતે સામેથી આવતી રીક્ષાને ધડાકાભેર અથડાવી દેતા રીક્ષા ચાલક જયંતીભાઇને ઇજા પહોંચાડી હતી તથા મહેશભાઇને શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી કાર મુકી નાશી જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!